યુવરાજ સિંહ બન્યા બીજી વખત પિતા!! ઘરે આવ્યો આ નાનું મેહમાન, દીકરો થયો કે દીકરી? શું નામ રાખ્યું… જાણો
બૉલીવુડ અભિનેત્રી હેજલ કીચ અને તેમના ક્રિકેટર પતિ યુવરાજ સિંહ ની ખુશી હાલમાં સાતમા આસમાન પર જોવા મળી રહી છે. કેમકે હાલમાં જ આ કપલ એ બીજા બાળકના રૂપમાં એક દીકરીનું આ દુનિયામાં ભવ્ય સ્વાગત કર્યું છે. કપલ ને એક દીકરો હતો અને હવે દીકરી નું આગમન થવાથી તેમનો પરિવાર પૂરો થઈ ચૂક્યો છે. 25 ઓગસ્ટ 2023 ના રોજ યુવરાજ સિંહ એ પોતાના ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પરથી એક પ્યારી તસવીર શેર કરી હતી અને પોતાની દીકરીના આગમન ની ખુશખબરી ફેંસ ની સાથે શેર કરી હતી.
ફોટોમાં હેજલ પોતાની ગોદમાં દીકરા ઓરિયન સાથે જોવા મળી છે ત્યાં જ યુવરાજ પોતાની નાની પરિ ને લઈને જોવા મળી આવ્યા છે. જે બોટલમથી દૂધ પીતી નજર આવી રહી છે. પોતાની અડધી ખુલ્લી આંખો થી કેમેરાની સામે જોઈ રહેલ યુવરાજ ની લાડલી બહુ જ ક્યૂટ લાગી રહી છે. આ દરમિયાન હેજલ ના ચહેરા પર બીજીવાર માતા બનવાની ખુશી સ્પસ્ત જોવા મળી રહી હતી. ફોટો શેર કરતાં યુવરાજ એ એક પ્યારું કેપશન પણ લખ્યું હતું સાથે જ પોતાની દીકરીના નામનો ખુલાસો પણ કર્યો હતો
પૂર્વ ક્રિકેટર એ લખ્યું કે સ્લીપલેસ નાઇટ્સ વધારે આનંદમય થઈ ગઈ છે કેમકે અમે અમારી નાની રાજકુમારી ‘ ઓરા ‘ નું સ્વાગત કર્યું છે અને અમારો પરિવાર પૂરો થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે યુવરાજ અને હેજલ 30 નવેમ્બર 2016 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન ના લગભગ 5 વર્ષ પછી કપલ એ 25 જાન્યુઆરી 2022 ના રોજ પોતાના દીકરા ઓરિયન નું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું.
હેજલ અને યુવરાજ એ પોત પોતાના ઇંસ્ટ્રા હેન્ડલ પરથી એક નોટ શેર કરીને લખ્યું હતું કે અમારા દરેક પ્રસનસકો, પરિવાર અને મિત્રો ની માટે અમને આ બતાવતા બહુ જ આનંદ થઈ રહ્યો છે કે આજે ભગવાનએ અમને એક બાળકનો આશીર્વાદ આપ્યો છે. અમે ભગવાન ને આશીર્વાદ આપવા બદલ ધન્યવાદ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમે અમારી ગોપનીયતાનું સન્માન કરીએ. કેમકે અમે દુનિયામાં પોતાના બાળકનું સ્વાગત કર્યું છે. લવ, હેજલ એન્ડ યુવરાજ.