લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી છે આ દેશના પ્રવાસે, ગીતાબેન રબારીનો આવો લુક તમે ક્યારેય નહીં જોયો હોય, જુઓ તસવીરો
ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી હાલમાં પેરિસના પ્રવાસ પર છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસારભારતીય દૂતાવાસ, પેરિસ દ્વારા ” એક શામ ગરબા કે નામ ” નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત વારસા તરીકે માન્યતા પ્રાપ્ત ગુજરાતના લોકપ્રિય નૃત્ય ગરબાની યાદમાં આ કરવામાં આવ્યું હતું. ખરેખર આ એક ગૌરવવંતી ક્ષણ કહેવાય કે વિદેશની ધરતી પર પણ આપણી સંસ્કૃતિનું જતન થાય છે.
કાર્યક્રમની ખાસ વાત એ છે કે તેમાં ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાની ઉપસ્થિતમાં ગરબા ક્વીન ગીતાબેન રબારી અને તેમની ટીમ તેમના અદભૂત પરફોર્મન્સથી સૌ ગુજરાતીઓને દીવાના બનાવ્યા હતા. ખરેખર ગીતાબેન રબારીએ પેરિસમાં પણ આપણું ગૌરવ વધાર્યું. સૌથી ખાસ વાત એ છે કે, ગીતાબેન રબારીએ ગરબા ઇવેન્ટની સાથે પેરીસના આસપાસના સીટીની મુલાકાત લઇને આનંદદાયક સમય પસાર કરી રહ્યા છે.
હાલમાં જ ગીતાબેન રબારીએ ફ્રાન્સ સીટી મુલાકાત લઇને સીટીમાં ફોટોશૂટ કરાવ્યા હતા. આ તસવીરોમાં જોઈ શકો છો કે ગીતાબેન રબારી એકદમ સ્ટાઈલીશ લુકમાં જોવા મળ્યા હતા અને આ લુકમાં ગીતાબેન રબારી ખુબ જ સુંદર લાગી રહ્યા છે. ખરેખર ગીતાબેન રબારીની સુંદરતા જોઈને સૌ કોઈ તેમના લુકના વખાણ કરી રહ્યા છે. આ તસવીરો પર લાખો લોકો પસંદ કરી છે અને કૉમેન્ટ્સમાં ગીતાબેન રબારીના વખાણ કરી રહ્યા છે.
ખરેખર ગીતાબેન રબારીની લોકપ્રિયતા ખુબ જ છે, આ જ કારણે દેશ વિદેશમાં તેઓ ગુજરાતી ગીતો અને ભજનની રમઝટ બોલાવે છે, પેરિસ ખાતે જ્યારે ભવ્ય ગરબા નાઈટનું આયોજન થયું છે, ત્યારે ગુજરાતના લોકપ્રિય કલાકારોમાંથી ગીતાબેન રબારીની પસંદગી થઇ છે, જે આપણા સૌ માટે એક ગૌરવવંતી અને ખુશીની ક્ષણ કહેવાય.