ગોંડલના રાજવીનો ભવ્ય રાજયાભિષેક યોજાયો, નગર આખું રજવાડું બની ગયું, જુઓ તસવીરો આવી સામે…..
જે દિવસે ભારતમાં રામ પધાર્યા તે જ દિવસે ગોંડલમાં પણ ગોંડલના રજવાડાના 17મા રાજવી હિમાંશુસિંહજીનો રાજ્યાભિષેક યોજાયો હતો જે હાલમાં ચારોતરફ ચર્ચામાં દિવ્યભાસ્કર, સાંજ સમાચાર જેવી અનેક મીડિયા દ્વારા આ ભવ્ય પ્રસંગ અંગે જાણવા મળ્યું છે, ત્યારે ચાલો અમે આપને આ અહેવાલ અંગે વિસ્તુત જણાવીએ.ગોંડલમાં રાજવી શાસનની ઝલક દેખાડતો રાજ્યાભિષેક અને રાજતિલક મહોત્સવ ઊજવાયો હતો. આ ભવ્ય સમારંભમાં સૌરાષ્ટ્ર-કચ્છના રાજવી પરિવારો અને નાગરિકો સાથે મળીને સાક્ષી બન્યા હતા.
વૈદોક્ત મંત્રોના જાપ, સિંહાસન પૂજા અને વિવિધ અભિષેકો સાથે ગોંડલના ૧૭મા રાજવી હિમાંશુસિંહજીએ રાજ્યાસન સંભાળ્યું હતું. હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર આ ભવ્ય અને જાજરમાન રાજ્યભિષેકની ચર્ચાઓ થઇ રહી છે. આ ભવ્ય રાજ્યાભિષેક વિષે જાણીએ તો નવાલખા પેલેસ દરબારગઢ ખાતે ભવ્ય સમારોહમાં જયઘોષ વચ્ચે હિમાંશુસિંહજીનું રાજ્યાભિષેક થયું હતું. ત્યારબાદ રાજ પરંપરા અને પરિવારની પરંપરા મુજબ કુળગુરુ દ્વારા રાજવી હિમાંશુસિંહજીને પ્રથમ તિલક કરવામાં આવ્યો હતો. પછી રાજ્યના ગોર, શાસ્ત્રીજી, રાજમાતા કુમુદકુમારીબા, ઝાડેજાના દીકરી, રાજવીની બહેન દ્વારા તલવાર અર્પણ કરી તિલક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના અગ્રણી નાગરિક દ્વારા તિલક કરીને વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
રાજતિલક બાદ ભવ્ય નગર યાત્રા નીકળી હતી. જેમાં હાથી, ઘોડા, ઊંટની ટુકડી, ચાર ઘોડાવાળી બગી, વીસથી વધુ વિન્ટેજ કારનો સમાવેશ થયો હતો. રાજવી હિમાંશુજી બગીમાં બિરાજમાન હતા. રાજ્યાભિષેક બાદ રાજવીની આ પહેલી નગર યાત્રા હતી, જાણે રાજવી શાસનનો યુગ જીવંત થઇ ગયો હતો. સૌથી ખાસ વાત એ છે કે, આ રાજ્યભિષેકમાં ત્રણ રેકોર્ડ નોંધાયા છે.
ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં રાજ્યાભિષેકના ત્રણ રેકોર્ડ નોંધાયા હતા. આ વિક્રમો ગોંડલના રાજ્યાભિષેક અને રાજતિલક મહોત્સવને વધુ યાદગાર બનાવ્યા હતા અને ભારતીય પરંપરાની ગરીમા દર્શાવે છે 2100 દીકરીઓની જળયાત્રા : પ્રથમ વિક્રમમાં 2100 દીકરીઓએ સાથે મળીને જળયાત્રા કરી હતી. આટલી મોટી સંખ્યામાં દિકરીઓ દ્વારા કરવામાં આવેલી જળયાત્રા એક નવો અને આવકારદાયક વિક્રમ છે. આ જળયાત્રામાં ગોંડલ અને આસપાસના ગામોની દિકરીઓએ ભાગ લીધો હતો. જળયાત્રા શહેરના મુખ્ય રસ્તાઓ પર નીકળી હતી અને તેમાં હજારો લોકોએ જોડાયા હતા.
બીજો વિક્રમ મહારાજાના 125 જળાશયો દ્વારા રાજ્યાભિષેકનો હતો. આવો જલાભિષેક આ પહેલીવાર કરવામાં આવ્યો હતો, જેમાં 125 જળાશયોનો સમાવેશ થાય છે. આ પર્યાવરણીય જાગૃતિ અને જળસંરક્ષણનો સુંદર સંદેશો આપે છે. 125 જળાશયોમાંથી જળાભિષેક કરવાથી ગોંડલ અને આસપાસના વિસ્તારની જળસંપત્તિનું રક્ષણ થશે.
ત્રીજો વિક્રમ રાજતિલકના દિવસે 1008 બાળકોએ ભગવાન રામની વેશભૂષા ધારણ કરીને રાજવી હિમાંશુસિંહજી જે. જાડેજાને આશીર્વાદ આપ્યા હતા. બાળકો દ્વારા ભગવાન રામની ભૂમિકા ભજવવી એ રામરાજ્યની ઝલક દર્શાડે છે અને આવનારી પેઢીમાં સારા સંસ્કાર રોપવામાં મદદરૂપ થાય છે. આશા છે કે આ વિક્રમો ગોંડલના રાજ્યાભિષેક અને રાજતિલક મહોત્સવને કાયમ માટે યાદગાર બનાવશે.