ફાસ્ટ બોલર “જસપ્રીત બુમરાહ” ના ઘરે આવ્યો ખુશી નો અવસર, પત્ની સંજના ગણેશન એ આપ્યો પુત્ર ને જન્મ…જુઓ તસ્વીરો
ભારતીય ક્રિકેટર જસપ્રીત બૂમરાહ અને તેમની ટીવી પ્રેજેંટર પત્ની સંજના ગણેશન સાતમા આસમાન પર છે કેમકે તે પહેલીવાર માતા પિતા બનયા છે. નવા પિતા બનેલા જસપ્રીત બૂમરાહ એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ખુશખબરી ની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે જસપ્રીત તથા સંજના એ માર્ચ 2021 માં ગોવામાં છાનામાના લગ્ન કરી લીધા હતા. અને ત્યારથી જ તેઓ એક સાથે હેપ્પી લાઈફ એન્જોય કરી રહ્યા છે.
4 સપ્ટેમ્બર 2023 માં પોતાના ઇંસ્ટ્રા હેન્ડલ પરથી જસપ્રીત બૂમરાહ એ પોતાના બાળકના આવવાની જાહેરાત કરી છે.તેને એક તસવીર શેર કરી જેમાં તે અને તેમની પત્ની સંજના ગણેશન પોતાના નાના દીકરા ના હાથને પકડીને નજર આવી રહ્યા છે. આ પોસ્ટ ની સાથે પ્યારા પિતા એ પોતાના દીકરા ના નામનો પણ ખુલાસો કર્યો છે. જસપ્રીત એ નોટ માં લખ્યું છે કે અમારું નાનું કુટુંબ વિકસ્યું છે અને અમારું હૃદય અમે ક્યારેય કલ્પના કરતાં વધુ છે !આજે સવારે અમે અમારા બાળક ‘અંગદ જસપ્રિત બુમરાહ’નું વિશ્વમાં સ્વાગત કર્યું છે.
અમે ખૂબ જ આનંદિત છીએ અને અમારા જીવનની આ ક્ષણની રાહ જોઈ શકીએ છીએ. નવો અધ્યાય જસપ્રીત અને સંજના.જોકે જસપ્રીત બૂમરાહ નું પાછા આવાનું સ્પસ્ત કારણ જાણવા મળ્યું નથી પરંતુ એવું લાગી રહ્યું છે કે ‘ એશિયા કપ 2023 ‘ થી 3 સપ્ટેમ્બર 2023 ના રોજ જસપ્રીત આ જ કારણ થી કોલંબો થી મુંબઈ પરત આવ્યા. જસપ્રીત ના એક ફેન એ તેમની ફ્લાઇટ માં બેઠાની એક તસવીર શેર કરી. રિપોર્ટ અનુસાર 4 સપ્ટેમ્બર 2023 ના રોજ નેપાળ ની વિરુધ્ધ બીજી મેચ માટે તેમની જગ્યાએ મોહમ્મ્દ શમી ને ભારતીય ટિમ માં લેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે જસપ્રીત બૂમરાહ એ માર્ચ 2021 માં પોતાના જીવન ના પ્રેમ સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી 15 માર્ચ 2021 ના રોજ પોતાના ખાનગી લગ્નની પહેલી તસવીર શેર કરી હતી. જેને જોઈને દરેક લોકો હેરાન થઈ ગ્યાં હતા. જસપ્રીત અને સંજના એ પોતાના લગ્ન માં પિન્ક કલર કો ઓર્ડિનેટ આઉટફિટ પસંદ કર્યું હતુ. જ્યાં વરરાજાને દોશાલા અને પાઘડી ની સાથે પિન્ક કલર ની શેરવાની પહેરી હતી તો ત્યાં જ સાંજના એ પોતાના પિન્ક કલર ના લહેંઘા થી દરેક લોકોના દીલને જીતી લીધા હતા.