Gujarat

આત્મવિશ્વાસ અને પ્રેમનું પ્રતીક બન્યા રાજકોટના થેલેસીમિયા યુવક-યુવતી! સગાઈ કરીને શરૂ કરી ઘૂઘરાની લારી, મહિને કમાઈ છે, આટલા રૂપિયા…

આજે અમે આપને એક એવી પ્રેમ કહાની વિશે જાણવીશું જેને જાણીને તમને પણ ગર્વ થશે. ખરેખર જો આત્મ વિશ્વાસ અને સાચો સાથીદાર હોય તો કોઈપણ વિકટ પરિસ્થિતિમાં સફળતા મળી શકે છે. આ કિસ્સો બન્યો છે, રાજકોટના થેલેસેમિયા મેજર યુવક-યુવતીએ સગાઈ કર્યાં બાદ મુશ્કેલીથી ડરવાના બદલે પગભર બનવા નિર્ણય કરી લારી ઉપર ઘૂઘરા વહેંવાની શરૂઆત કરી છે. ખાસ વાત એ છે કે, એક મહિનાથી શરૂ કરેલી આ સફરમાં લોકોના સારા સહયોગથી સફળતા મેળવી છે.

આજે આ બંને યુગલો દિવસના 400થી 500 અને માસિક 12થી 15 હજારની કમાણી કરે છે. આ નવદંપતી માટે માત્ર કમાણી જ મહત્વની નથી, પરંતુ, ‘એવરી થીંગ ઇઝ પોસિબલ’ ને જીવન મંત્ર બન્યો છે. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ. શરૂઆતમાં અભિષેક વ્યાસ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર લારી રાખી ઘૂઘરા તેમજ દાળ પકવાન વેંચતા.

વાત જાણે એમ છે કે, અભિષેક 6 મહિનાનો હતો ત્યારથી થેલેસેમિયાની બીમારી હતી. થેલેસેમિયાથી પીડિત બાળક 15થી 16 વર્ષ માંડ જીવી શકે છે. જેથી ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રાઈવિંગ કામ કરતા પિતા દિપકભાઈ અને માતા રેખાબેન પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.
અભિષેક વ્યાસે જસદણ રહેતા હોવાથી બ્લડ ચડાવવા રાજકોટ આવવું પડતું હતું. પરંતુ, ધીમે ધીમે સમય જતા જાગૃતિ આવી અને પરિવાર સાથે રાજકોટ સ્થાયી થયા.

પરિસ્થિતિ પણ સુધરી, જેથી લાઈફ બ્લડ બેંકમાંથી નિયમિત બ્લડ મળવા લાગ્યું અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા દર 15 દિવસે બ્લડ ચડાવવામાં આવે છે. આ યુવાનની સગાઈ પાયલ સાથે થઈ, જે પણ થેલેસેમિયાગ્રસ્ત છે અને તેમના પિતા મેટોડા GIDC વિસ્તારમાં ઘૂઘરાની લારી ચલાવી રહ્યા છે.નોકરી કરીએ તો સવારે 10થી સાંજના 8 વાગ્યા સુધી કામ રહેતું હોય છે જે થેલેસેમિયા મેજર હોવાથી થોડું અઘરું રહે છે. માટે કંઇક ધંધો કરવા વિચાર આવ્યો અને તેમના સસરા પાસેથી ઘૂઘરાની લારી ચલાવવા પ્રેરણા મેળવી.

બમે 4થી રાતના 9 વાગ્યા સુધી ઉભા રહીને ઘૂઘરા વેચે છે.ખાસ વાત એ છે કે, અંદાજિત 1000 રૂપિયા જેવો બંનેનો ખર્ચ થાય છે. અભિષેક વ્યાસ અને પાયલ બંને કોરોનાના કપરા કાળ દરમિયાન મુશ્કેલભરી પરિસ્થિતિનો સામનો કરતા હતા. કારણ કે, દર 12 દિવસે લોહી બદલવું પડે, પરંતુ, આ સમયે ડોનર મળતા નહોતા તો 12ના બદલે 15-16 દિવસે લોહી બદલવામાં આવતું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *