EntertainmentInternational

ઇટલીની યુવતી ભારતના આ દેશી યુવકના પ્રેમમાં પડી તો આવી ગઈ સાત સમુંદર પાર ! કરી લીધા લગ્ન, પ્રેમ કહાની છે ખુબ સરસ..

લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે ભગવાન જોડી બનાવીને મોકલતા હોય છે કોઈના હાથમાં કઈ હોતું નથી.દરેક લોકોને પોતાનો જીવનસાથી નસીબ થી જ મળતો હોય છે.જેના નસીબમાં જે લખ્યું હસે તે તેને મળીને જ રહેશે.હાલમાં સોશિયલ મીડિયામાં એક એવી જોડી જોવા મલી છે જે જોઈ દરેક લોકો હેરાન રહી ગયા છે. જ્યાં ભારત ના વારાણસી ના યુવક અને ઈટલીની યુવતિની પ્રેમ કહાની સામે આવી છે અને બંને એ લગ્ન કરીને એકબીજા સાથે આખું જીવન વ્યતીત કરવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાન ની સીમા હૈદર અને ભારત ના સચિન ના લગ્ન બહુ જ ચર્ચામાં જોવા મળ્યા હતા ત્યારે આવો જ વારાણસી થી કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં જૈંનપૂર ના ત્રીલોચન મહાદેવ મંદિર માં ભારતીય છોકરાએ ઈટલી ની ગોરી સાથે સાત ફેરા લીધા છે. વારાણસી માં રહેનાર આ યુવક એ ત્રીલોચન મહાદેવ ના શિવ મંદિર ના પરિસર માં શુક્રવાર ના રોજ ઈટલી દેશની યુવતી સાથે લગ્ન કરી લીધા છે અને બાબા ભોળાનાથ ના આશીર્વાદ લીધા છે. શનિવારે બંને એ ધામધૂમ થી રિસેપ્શન પાર્ટી પણ રાખી હતી.

સૂત્રો થી મળેલી જાણકારી અનુસાર વારાણસી જિલ્લા ના ફૂલપુર કરખિયાવ ગામના નિવાસી અખિલેશ વિશ્વકર્મા એ હિટલ મેનેજમેંટ નો કોર્સ કર્યા બાદ વર્ષ 2016 માં કતર એયરવેજ માં કેબિન ક્રૂ ની નોકરી મળી હતી. વર્ષ 2022 માં અખિલેશ કતર ના એક હોટેલ માં પોતાના મિત્ર ની બર્થડે પાર્ટી માં ગયો હતો. ત્યાં જ ઈટલી ની તાનિયા પબલિકો સાથે તેનો પરિચય થયો હતો. તાનિયા કતર માં એક શિક્ષિકા છે. ધીરે ધીરે બંને માં મિત્રતા થઈ. અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એ જાણ જ ના થઈ. આમ એક વારાણસી ના છોકરાના પ્રેમમાં ઇટલી ની યુવતી પડી ગઈ અને બંને એ લગ્ન પણ કર્યા.

તમને જણાવી દઈએ કે આ વર્ષ 1 માર્ચ 2023 માં બંને એ યુરોપ જઈને જાર્જિયા માં ત્યાની કાનૂની પ્રકિયા અનુસાર કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ દરમિયાન બંનેના નજીકના મિત્રો અને સબંધીઓ ઉપસ્થિત હતા. લગ્ન પછી તાનિયા એ અખિલેશ ની જન્મભૂમિ કાશી જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આથી બંને કાશી આવીગયા . ભારત દેશ અને પોતાના સાસરિયાનુ રહન સહન તાનિયા ને બહુ જ પસંદ આવ્યું.

કાશી આવ્યા બાદ અખિલેશ એ જૌનપુર ના ત્રીલોચન મહાદેવ મંદિરમાં પહોચીને હિન્દુ રીત રસમો અનુસાર તાનિયા સાથે લગ્ન કર્યા અને તેની માંગ ભરી હતી. આ ખુશી માં તેને શનિવારના રોજ એક રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કર્યું હતું જેમાં સબંધીઓ, મિત્રો અને ગામના લોકો શામિલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *