ગુજરાતના લોકપ્રિય ગાયિકા અમેરિકાથી પરત આવતી વખતે પોતાના પતિ પૃથ્વી રબારી સાથે કરાવ્યું ફોટોશૂટ, શેર કરી ખાસ તસવીરો..જુઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગીતાબેન રબારીએ તાજેતરમાં અમેરિકામાં રાસ રમઝટનો ધમાકેદાર કાર્યક્રમ યોજ્યો હતો. અમેરિકાના અનેક શહેરોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતીઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. ગીતાબેનના ગીતો પર નાચતા લોકોના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
હાલમાં ફરી એકવાર ગીતાબેન રબારીની ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારીના ચાહકો એ તેમના વખાણ કર્યા છે.
અમેરિકાથી પરત ફરતી વખતે ગીતાબેને એરપોર્ટ પર પોતાના પતિ પૃથ્વી રબારી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીરોમાં ગીતાબેન રબારી પોતાના પતિ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અને લોકોએ તેમની પ્રશંસા કરી હતી.
ગીતાબેન રબારી ગુજરાતી લોકસંગીતની દુનિયાનું એક મોટું નામ છે. તેમના ગીતો ગુજરાતીઓના દિલમાં ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે. તેમના મધુર અવાજ અને સુંદર ગીતોના કારણે તેઓ ગુજરાતની યુવા પેઢીની પ્રિય ગાયિકા બની ગયા છે.
View this post on Instagram
ગીતાબેન રબારીએ અમેરિકામાં ગુજરાતી સંગીતને નવી ઉંચાઈઓ પર લઈ જઈને ગુજરાતનું નામ રોશન કર્યું છે.